નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં ભડકેલી હિંસા અને હાલની સ્થિતિને જોતા મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ ગુરુવારે તમામ પક્ષોની એક બેઠક બોલાવી હતી. બેઠકમાં નેશનલ ફોન્ફરન્સને છોડીને તમામ પાર્ટીઓના નેતા ત્યાં પહોંચ્યા હતા. અહેવાલ પ્રમાણે નેશનલ ફોન્ફરન્સે બેઠકનો બહિષ્કાર કર્યા છે.

સીએમ મુફ્તીએ રાજ્યમાં શાંતિ બની રહે તે માટે ચર્ચા વિચારણા કરવા તમામ પાર્ટીઓના નેતાઓને બોલાવ્યા હતા. આતંકી બુરહાન વાનીના મોત પછી રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળી હતી. જમ્મુમાં થઈ રહેલા વિરોધ-પ્રદર્શનો અને હિંસક પ્રવૃતિઓના કારણે ઘણાં વિસ્તારોમાં 12 દિવસથી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

નેશનલ કોન્ફરન્સે એક ચિઠ્ઠી લખીને બેઠકનો વિરોધ કર્યા અને કહ્યું કે, વિશ્વસનીયતા અને માનવીય નેતૃત્વના અભાવવાળી સરકારમાં તમામ પક્ષોની બેઠકનો કોઈ મતલબ બનતો નથી. પાર્ટીએ કહ્યું કે, ‘વિતેલા દિવસોમાં રાજ્યમાં જે કંઈ બની રહ્યું છે જેના કારણે ખબર પડે છે કે નેતૃત્વમાં કોઈ ખામી છે.’