સીઆરપીએફના આઈજી આરએસ સાહીએ જણાવ્યું કે, રવિવારે વ્યસ્ત બજારમાં ગ્રેનેડ હુમલાની ઘટના બની છે. સીઆરપીએફના બે જવાનને ઈજા થઈ છે. તેમણે કહ્યું કે ગ્રેનેડ ફેકવા પાછળ લોકોની વચ્ચે ડરનો માહોલ બનાવવાનો ઈરાદો છે.
ઉલ્લેખનીય છે કે, આતંકીઓ ઘાટીમાં સતત માહોલ ખરાબ કરવા પોતાની નાપાક કરી રહ્યાં છે. સ્થાનીય લોકોમાં ડર ફેલાવવા માટે આતંકીઓ ગ્રેનેડ હુમલા જેવી ઘટનાને અંજામ આપી રહ્યાં છે.
આ પહેલા 24 જાન્યુઆરીએ આતંકીઓએ શ્રીનગરના નુરબાગ વિસ્તારમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં એક સીઆરપીએફનો જવાન ઘાયલ થઈ ગયો હતો. 8 જાન્યુઆરીના રોજ પણ શ્રીનગરના હબાક ચોક પર સીઆરપીએફની એક પોસ્ટ પર ગ્રેનેડ હુમલો થયો હતો. જેમાં સ્થાનીય નાગરિક ઈજાગ્રસ્ત થયા હતા.