Syed Ali Shah Geelani Death:  જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાની તરફેણ કરતા  અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું અવસાન થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના ઈશારે રાજકારણ રમતી હુર્રિયતત કોન્ફરન્સના ભૂતપૂર્વ ચેરમેન ગિલાનીએ બુધવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા છે. ગિલાનીનું શ્રીનગરના હૈદરપોરા સ્થિત નિવાસ સ્થાને અવસાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરનાં ભૂતપુર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તિએ ગિલાનીના અવસાન બદલ દુખ વ્યક્ત કર્યું છે.


કાશ્મીરના નેતા સૈયદ અલી શાહ ગિલાનીનો જન્મ 29 સપ્ટેમ્બર,1929ના રોજ થયો હતો. તેઓ દેશના જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો એ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં ટોચના નેતા મનાતા હતા. ગિલાનીની ગણના  પાકિસ્તાન સમર્થક કાશ્મીરી અલગતાવાદી નેતા તરીકે થતી હતી. ગિલાની  તેઓ જમાત-એ-ઈસ્લામી કાશ્મીરના સભ્ય હતા, પણ બાદમાં તહેરીક-એ-હુર્રિયતની સ્થાપના કરી હતી.


તેમણે જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી સમર્થક પક્ષોના સમૂહ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફ્રરન્સના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ વર્ષ 1972, 1977 અને 1987માં જમ્મુ-કાશ્મીરના સોપોર ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. તાજેતરમાં જ જૂન 2020માં તેમણે હુર્રિયત કોન્ફરન્સ છોડી દીધી હતી. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત સારી રહેતી ન હતી. અનેક વખત તેમના અવસાનની અફવા પણ ફેલાઈ હતી.


મહેબૂબા મુફ્તીએ કહ્યું, "ગિલાની સાહેબના નિધનના સમાચારથી દુઃખી છું. અમે મોટાભાગની બાબતો પર સહમત ન થઈ શક્યા પણ હું દ્રઢતા અને વિશ્વાસ સાથે ઉભા રહેવા માટે તેમનો આદર કરું છું. અલ્લાહ તેમને સ્વર્ગ આપે અને તેમના પરિવાર અને શુભચિંતકો પ્રત્યે સાંત્વના."


ગિલાની લાંબા સમયથી બીમાર હતા અને 2008થી તેમના હૈદરપોરાના ઘરે નજરકેદ હતા. ગયા વર્ષે તેમણે હુર્રિયત કોન્ફરન્સ (જી) ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. સૈયદ અલી શાહ ગિલાનીનો જન્મ 29 સપ્ટેમ્બર 1929 ના રોજ થયો હતો. તેઓ જમ્મુ -કાશ્મીરના અલગતાવાદી નેતા હતા. તે અગાઉ જમાત-એ-ઇસ્લામી કાશ્મીરના સભ્ય હતા પરંતુ બાદમાં તહરીક-એ-હુર્રિયતની સ્થાપના કરી હતી. તેમણે ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ (APHC) ના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી, જે જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદી પક્ષોના જૂથ છે. તેઓ 1972, 1977 અને 1987માં જમ્મુ -કાશ્મીરના સોપોર મતવિસ્તારના ધારાસભ્ય હતા. તેમણે જૂન 2020માં હુર્રિયત કોન્ફરન્સના વડા તરીકે રાજીનામું આપ્યું હતું.