Delhi Election Results: 2015ની જેમ 2020માં પણ ન ખુલ્યું કોંગ્રેસનું ખાતું, મતની ટકાવારી જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Feb 2020 06:02 PM (IST)
2015ની જેમ કોંગ્રેસ 2020માં પણ ખાતું ખોલી શકી નથી. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 5%થી પણ ઓછા વોટ જ મળ્યા છે અને 63 ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી છે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી ફરીથી સત્તામાં આવી છે. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે હાલ દિલ્હીની 70 પૈકી 31 સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP)નો 29 અને 2 સીટ પર ભાજપ(BJP)નો વિજય થયો છે. જ્યારે 34 પર આમ આદમી પાર્ટી લીડમાં છે, જ્યારે ભાજપ 5 બેઠક પર આગળ છે. કોંગ્રેસનું ક્યાંય નામ નિશાન નથી. કેટલા ટકા વોટ મળ્યાં ? દિલ્હીમાં 15 વર્ષ સુધી સત્તામાં રહેનારી કોંગ્રેસને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 5%થી પણ ઓછા વોટ જ મળ્યા છે અને 63 ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી છે. 2015ની જેમ કોંગ્રેસ 2020માં પણ ખાતું ખોલી શકી નથી. આ વખતની ચૂંટણીમાં તેના મતની ટકાવારી પણ ઘટી ગઈ છે. આંકડા પ્રમાણે કોંગ્રેસના ઉમેદવારોએ 5000 વોટ મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષે સ્વાકીરી હારની જવાબદારી દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સુભાષ ચોપડાએ હારની નૈતિક જવાબદારી સ્વીકારી અને BJP તથા AAP પર ધ્રુવીકરણનો આરોપ લગાવ્યો. ચોપડાએ એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે, પાર્ટીના હારની જવાબદારી લઉ છઉં. કેજરીવાલને અભિનંદન પરંતુ તેઓ કામના કારણે નહીં ચાલકી અને વિજ્ઞાપનોથી જીત્યા. પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનું છું. ચિદમ્બરમે શું કર્યું ટ્વિટ ? કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ટ્વિટ કરીને કહ્યું, AAPની જીત થઈ, મૂર્ખ બનાવતા તથા ફેંકનારા લોકોની હાર થઈ. દિલ્હીના લોકોએ ભાજપના ધ્રુવીકરણ, વિભાજનકારી એજન્ડાને હાર આપી છે. હું દિલ્હીના લોકોને સલામ કરું છું. કારણકે 2021 અને 2022માં જે રાજ્યોમાં ચૂંટણી થશે તેમના માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. દિલ્હીની જનતાએ BJP અને અમિત શાહને કરંટ લગાવવાનું કામ કર્યુઃ અમાનતુલ્લાહ ખાનનો પ્રહાર મોદીના મિત્ર ટ્રમ્પ આવશે અમદાવાદ, વ્હાઇટ હાઉસે કરી સત્તાવાર જાહેરાત, જાણો વિગતે