નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ કાશ્મરીના પુનર્ગઠન બિલ રજૂ કર્યું છે. તે અંતર્ગત જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગર કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમિત શાહ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખના લોકોની લાંબા સમયથી માગ રહી હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ, જેથી ત્યાંના રહેવાસી લોકોને પોતાના લક્ષ્યો મેળવી શકે.


મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનેને લઇને મોટો નિર્ણય લીધો છે, આજે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ રજૂ કર્યો. સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની અને જમ્મુ-કાશ્મીરના પુર્નગઠન માટે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયાથી જમ્મુ-કાશ્મીર પર રાજકીય અને સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરક્ષાને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી છે.