શ્રીનગર: સમગ્ર દેશમાં ઈદની ઉજવણી થઈ રહી છે. કાશ્મીરમાં પણ આજે સવારે ઈદની નમાજ પઢવામાં આવી. ભારતે ઈદ દરમિયાન શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાકિસ્તાન વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. નૌશેરામાં સરહદ પર થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. જ્યારે શ્રીનગરમાં નમાજ બાદ સુરક્ષાદળો પર પથ્થરબાજી શરૂ કરવામાં આવી અને આતંકી સંગઠન આઈએસ અને પાકિસ્તાનના ઝંડા ફરકાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં જવાન વિકાસ ગુરંગ ખૂબ જ ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ તેમનું મોત થયું હતું. જ્યારે, શ્રીનગરમાં સુરક્ષાદળો અને પ્રદર્શકારિઓ વચ્ચે ઝડપ થઈ. શ્રીનગરની સાથે અન્ય વિસ્તારોમાં પણ પ્રદર્શન થઈ રહ્યા છે.
કાલે પથ્થરબાજી અને ત્યારબાદ સેનાની કાર્યવાહીમાં એક યુવકનું મોત થયું હતું. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો કે 55 રાષ્ટ્રીય રાઈફલ્સ પુલવામાના નૌપોરામાં આતંકવાદી સંજૂ મીરના ઘરને નષ્ટ કરવાના પ્રયાસ પર સ્થાનિક લોકોના વિરોધ કરવા પર ગોળી ચલાવી, જ્યારે પોલીસનું કહેવું છે કે વિસ્તારમાં સેનાના એક વાહન પર ભીડ દ્વારા પથ્થરાવ કરવામાં આવતા ગોળીબાર કરવામાં આવ્યો હતો.