સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પ્રમોશનમાં અનામતને મોદી સરકારે આપી લીલી ઝંડી
abpasmita.in
Updated at:
15 Jun 2018 11:16 PM (IST)
NEXT
PREV
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એસસી-એસટીને બઢતીમાં આરક્ષણ માટે લીલી ઝંડી આપી દીધી છે. સરકારે સત્તાવાર રીતે નિર્દેશ આપતા તમામ રાજ્યો અને મંત્રાલયોને કહ્યું કે એસસી અને એસટી ક્વોટામાં પ્રમોશનને અમલ કરવામાં આવે. કેન્દ્ર સરકાર આ આદેશ સુપ્રીમ કોર્ટના આદેશ આપ્યો છે. થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રમોશનમાં આરક્ષણ આપી શકે છે પરંતુ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય પર નિર્ભર રહેશે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી હતી જેમાં પ્રમોશનમાં આરક્ષણને રદ કરવામાં આવ્યું હતું.
બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી બેઠક બાદ રામ વિલાસ પાસવાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશને લઇને શંકા હતી કે આ માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગુ થશે કે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ. મંત્રીઓની બેઠકમાં આ સ્પષ્ટ થઈ ગયું કે અનામત કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ બન્ને માટે છે.
નોંધનીય છે કે, બઢતીમાં અનામતનો મુદ્દો ખૂબજ વિવાદિત રહ્યો છે. દલિતોના પક્ષ રાખનાર આ મામલે સરકાર પર સતત સવાલ ઉઠાવતા રહ્યા છે. તેમનું માનવું છે કે સરકાર તરફથી અદાલતમાં મજબૂતીથી પક્ષ નહીં રાખવાનાં કારણે પ્રમોશનમાં આરક્ષણ નથી મળી રહ્યું. થોડા સમય પહેલા એસસી/એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટ દ્વારા બદલાવ કર્યા બાદ મોદી સરકાર ઘેરાયલી હતી અને પ્રમોશનમાં અનામતની માંગ નવેસરથી ફરી શરૂ થઈ હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -