શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રવિવારે સુરક્ષા દળ સાથે થયેલી અથડામણમાં બે આતંકીને ઠાર કર્યા છે. જ્યારે એક જવાન ઘાયલ થઈ ગયો છે. પોલીસ પ્રવક્તાએ જાણકારી આપતા કહ્યું કે, દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં જેનાપોરાના રેબ્બાન વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકવાદીઓ હોવાની જાણકારી મળી હતી અને સુરક્ષાદળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરુ કરી દીધી હતી. સુરક્ષા દળે પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. બન્ને આતંકીઓ અલ બદર નામના સંગઠન સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. પોલીસ અધિકારી અનુસાર માર્યા ગયેલા આંતકીઓ પાસેથી એકે-47 અને એક પિસ્તલ જપ્ત કરી છે.