UP સરકારમાં મંત્રીએ કહ્યુ- 2019 અગાઉ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે, CM યોગી કરશે શિલાન્યાસ
abpasmita.in
Updated at:
17 Nov 2018 11:52 AM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને ચાલી રહેલી હલચલ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારના ચેરિટેબલ અફેર્સના મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી અગાઉ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થઇ જશે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંદિરોનો શિલાન્યાસ કરશે. યોગી સરકારના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ મથુરામાં કહ્યું કે, આજે ભારતના લોકો અયોધ્યામાં રામ મંદિર ઇચ્છે છે. જેથી રાજનેતા હોય કે પછી ન્યાયપાલિકા હોય એ તમામ લોકોએ જનભાવનાનું સન્માન કરવું જોઇએ. 2019 લોકસભા ચૂંટણી અગાઉ રામ જન્મભૂમિ અયોધ્યામાં રામનું મંદિર જરૂર બનશે અને મુખ્યમંત્રી આદિત્યનાથ તેનું શિલાન્યાસ કરશે અને તેમાં કોઇ શંકા નથી.
આ અગાઉ બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારીના અયોધ્યા છોડનારા નિવેદન પર તેમણે કહ્યું કે, અયોધ્યામાં હંમેશા સંત આવતા રહે છે, કુંભમાં લાખોની સંખ્યામાં સંતો આવશે. કોઇને ડરવાની જરૂર નથી. મુખ્યમંત્રી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું કે, મથુરા અને અયોધ્યામાં દારૂના વેચાણ પર પ્રતિબંધ ચાલુ રહેશે કારણ કે તીર્થ નગરી જાહેર થતા અગાઉ લાયસન્સ આપી દેવામાં આવ્યા હતા. દારૂ અને માંસના વેચાણ પર બાદમાં પ્રતિબંધ લાગ્યો હતો. નોંધનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતું કે, અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિનું નિર્માણ થશે. આ મૂર્તિ માટે આર્કિટેક્ચર સાથે વાતચીત ચાલી રહી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -