Terrorist Attack in Jammu Kashmir: જમ્મુ કાશ્મીરના બાંદીપોરાના ગુલશન ચોકમાં આતંકીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો છે. આ હુમલામાં બે જવાન શહીદ થયા છે. જમ્મુ કાશ્મીર પોલીસના મુજબ, આતંકી હુમલામાં મોહમ્મદ સુલ્તાન અને ફૈયાજ અહમદ ઈજાગ્રસ્ત થયા છે. ત્યારબાદ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.  કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે આતંકીઓની શોધખોળ માટે ઘેરાબંધી કરવામાં આવી છે. 


જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આતંકી હુમલાની નિંદા કરી છે. તેણે ટ્વીટ કર્યું, “હું ઉત્તર કાશ્મીરના બાંદીપુર વિસ્તારમાં પોલીસ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરું છું. આ હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન મોહમ્મદ સુલતાન અને ફયાઝ અહેમદ શહીદ થયા હતા. ઈશ્વર તેમના પરિવારને શક્તિ આપે.








આ પહેલા જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં 8 ડિસેમ્બરે સુરક્ષાદળોએ એક અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસના એક અધિકારીએ કહ્યું કે શોપિયાના ચક એ ચોલા ગામમાં આતંકીની હાજરીની લઈ સૂચના મળી હતી ત્યારબાદ સુરક્ષાદળોએ તપાસ અભિયાન શરુ કર્યું. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવી હતી બાદમાં જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ જણાવ્યું કે બંને પક્ષો તરફથી દિવસભર ગોળીબારમાં ત્રણ આતંકીને ઠાર કરવામાં આવ્યા હતા. પોલીસે માર્યા ગયેલા આતંકવાદીઓને ઓળખ આમિર હુસૈન, રઈસ અહમદ અને હસીબ યુસૂફના રુપમાં કરી છે.