જમ્મૂ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મૂ-કાશ્મીર પ્રવાસના એક દિવસ પહેલા હંદવાડા જિલ્લાના કંવરમાં એલઓસીના નજીક સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરના સરહદી જિલ્લા કુપવાડામાં આજે સુરક્ષાદળ સાથે અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.
સૂત્ર અનુસાર આતંકીઓ છૂપાયા હોવાની જાણકારીના આધાર પર સુરક્ષા દળોએ કુપવાડાના હંદવાડામાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધી છે.
સુરક્ષાદળ જ્યારે ઘેરાબંધી કરી રહ્યાં હતા ત્યારે ત્યાં છૂપાયેલા આતંકીઓએ તેના પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી, સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી અને અથડામણ શરૂ થઈ છે. તેમણે જણાવ્યું કે અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે.
આ પહેલા જમ્મુમાં સરહદ પર ચોકીઓ અને ગામોમાં પાકિસ્તાન રેન્જર્સ તરફથી ગોળીબારી કરવામાં હતી જેમાં બીએસએફનો એક જવાન શહીદ થઈ ગયો હતો અને ચાર નાગરિકોના મોત થયા હતા. આ ઘટનામાં અન્ય 12 લોકો પણ ઘાયલ થઈ ગયા છે. પાકિસ્તાની સૈનિકોએ સતત ચોથા દિવસે પણ આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના વિસ્તારને નિશાન બનાવવ્યા હતા.