નવી દિલ્હીઃ અમિત શાહના ગૃહમંત્રીનો પદભાર સંભાળતા જ ફરી એક વખત જમ્મૂ કાશ્મીરની નીતિ કેન્દ્રમાં આવી છે. શાહે સોમવારે સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક કરી અને આતંકીઓ વિશે નવી રણનીતિ બનાવી. આ દરમિયાન 10 આતંકીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જે હવે સુરક્ષા એજન્સીઓના ટાર્ગેટ પર હશે. આ યાદીમાં રિયાઝ નાઈકૂ, ઓસામા અને અશરફ મૌલવી જેવા આતંકી સામેલ છે.



કાશ્મીરમાં છેલ્લાં ઘણાં સમયથી આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન ચાલુ છે ત્યારે સુરક્ષા એજન્સીઓએ મોસ્ટવોન્ટેડ આતંકીઓની યાદી તૈયાર કરી છે. કાશ્મીરના અલગ અલગ જિલ્લામાં કામ કરી રહેલ આ આતંકીઓની યાદીમાં હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ બદરના અનેક મોસ્ટ વોન્ટેડ આતંકીઓના નામ સામેલ છે. આગળ જુઓ આતંકીઓની સંપૂર્ણ યાદી.....