આ અથડામણ બાદ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર અને ગોળાબારૂદ ઝડપાયો હતો. ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારની મોડી રાત્રે જ બિજબેહરાના સંગમમાં ગોળીબાર શરૂ થયો હતો.
ત્યારબાદ સેનાએ સંયુક્ત ઓપરેશન ચલાવ્યું અને શનિવારે બે આતંકીને ઠાર કર્યા હતા. પોલીસ અને આતંકી વચ્ચેની અથડામણ બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અથડામણમાં પોલીસ જવાનોને કોઈ નુકશાન નથી થયું.