મનોજ તિવારી સાથે રવિ કિશનની પણ નિંદા પણ થઈ રહી છે. મનોજ તિવારી અને રવિ કિશન પ્રયાગરાજ(ઇલાહબાદ)માં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે, જ્યારે દેશ શોકમાં ડુબ્યો છે, ત્યારે મનોજ તિવારી આવા કાર્યક્રમમાં કેવી રીતે ભાગ લઈ શકે? તેમણે જવાનોના પરિવાર સાથે ઊભા રહેવું જોઇએ.
મનોજ તિવારીએ ભોજપુરી સિંગર રવિ કિશન સાથે કેટલી ગીતો અને ભજન ગાયા હતા એટલું જ નહીં, આ ગીતો દ્વારા મોદી સરકારના પણ ગુણગાન ગાયા હતા. તેમજ મોદી સરકારને વધુ એક તક આપવાની અપીલ કરી હતી.
આપના નેતા સંજય સિંહે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર પણ આક્ષેપ કર્યા હતા.
કેવી રીતે થયો આતંકી હુમલો?
આતંકી હુમલાને લઈ તોગડિયાના મોદી પર પ્રહાર