નેતાજી જંયતી:અંગ્રેજ સામેની આઝાદીની લડતનો જ્યારે પણ ઉલ્લેખ થશે ત્યારે નેતાજીના નામથી નત મસ્તક થવું સ્વાભાવિક છે. સુભાષ ચંદ્ર બોઝ હંમેશા કહેતા હતા કે, સૌથી મોટો અન્યાય અન્યાય સહન કરવો છે. તેમના મત મુજબ સફળતા હંમેશા અસફળતાના સ્તંભ પર ઉભી છે. તેની જિંદગી અને સંઘર્ષ ગાથા આજે પણ એટલી જ પ્રેરણાદાયી છે.


સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 1897માં ઓડિશાના કટક શહેરમાં થયો હતો. નેતાજીના પિતા વકીલ હતા. તેમણે ભારતીય પ્રશાસનિક સેવાની પરીક્ષા પાસ કરી હતી પરંતુ દેશને આઝાદ કરવાની લલકના કારણે તેમણે સરકારી નોકરીને છોડીને આઝાદીની જંગમાં ઝંપલાવ્યું. નેતાજીનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે,  ગાંધીજીથી માંડીને તેને મળનાર દરેક વ્યક્તિ તેનાથી અભિભૂત થઇ જતા. હિટલર પણ નેતાજીથી કાયલ થઇ ગયો હતો.

નેતાજી હિટલવરને શા માટે મળ્યાં?

1933થી 1936 સુધી તેઓ યુરોપમાં હતા. આ સમયે યુરોપમાં હિટલરના નાજીવાદ અને મુસોલિનના ફાંસીવાદનો સમય હતો. નાજિવાદ અને ફાંસીવાદનું નિશાન ઇગ્લેન્ડ હતું. આ કારણે જ બોઝને દુશ્મનના દુશ્મનમાં ભવિષ્યનો મિત્ર દેખાતો હતો. આ કારણથી તેઓ હિટલરને મળ્યા હતાં.

નેતાજીની કઇ વાતથી હિટલર થયો પ્રભાવિત

આઝાદી મેળવવાના સંદર્ભે જ નેતાજી હિટલરને મળ્યાં હતા. જ્યારે નેતાજી હિટલરને મળ્યાં ત્યારે બીજુ વિશ્વયુદ્ધ ચાલતું હતું અને હિટલરની જિંદગીને  ખતરો હતો. આ કારણે જ હિટલરે તેમના હમશકલને તેમની આસપાસ રાખતો હતો. જ્યારે નેતાજી મળવા ગયા તો હિટલર નહીં પરંતુ તેના ડુપ્લિકેટ આવ્યો. નેતાજી સમજી ગયા અને જણાવ્યું કે, “હું સુભાષ ચંદ્ર બોઝ છું અને મારે હિટલરને મળવું છે અન્ય કોઇને નહીં”. ત્યાર બાદ અન્ય ડુપ્લિકેટ આવ્યો પરંતુ આ સમયે પણ નેતાજી તેને પારખી ગયા અને તેમની સાથે પણ હિટલરને મળવાની જ વાત કરી. ત્યાર બાદ ખુદ હિટલર આવ્યો અને તેમણે નેતાજીને  પૂછ્યું કે, મને કયારેક ન મળ્યાં હોવા છતાં પણ કેવી રીતે મારા ડુપ્લિકેટને તમે ઓળખી શક્યા,. તો આ સમયે નેતાજીએ જવાબ આપ્યો કે, “એ બંને ડુપ્લિકેટે અભિવાદન માટે હાથ પહેલા આગળ કર્યો જ્યારે એવું મહેમાન કરે છે” આ સમયે નેતાજીની બુદ્ધિમત્તાથી હિટલર પણ પ્રભાવિત થઇ ગયા હતા.