અમદાવાદ: દેશભરમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગુજરાતમાં ડાકોર, શામળાજી સહિતના મંદિરોમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગતના નાથને આવકારવા તેઓ થનગની રહ્યા છે ત્યારે જાણીએ ગુજરાત સહિત દેશભરમાં આવેલા જાણીતા કૃષ્ણ મંદિરો અંગે....
શ્રી રણછોડજી મહારાજ મંદિર
આ મંદિર ગુજરાતના ડાકોરમાં સ્થિત છે. ગોમતી નદીના કિનારે વસેલા આ મંદિરની સંરચના 1772માં મરાઠા નોબલ દ્વારા કરવામાં આવી હતી. મંદિરમાં સોનાના બનેલા કુલ 8 ગુંબજ અને 24 બુર્જ છે. આ સાથે અહીં લક્ષ્મીનું મંદિર પણ બનેલુ છે. માનવામાં આવે છે કે, દર શુક્રવારે કૃષ્ણ ભગવાન લક્ષ્મી મંદિરમાં જઈ તેમને મળે છે.
શ્રીનાથજી મંદિર
આ મંદિર રાજસ્થાનના નાથદ્વારમાં સ્થિત છે. આ મંદિર કૃષ્ણની મૂર્તિઓ માટે પ્રસિદ્ધ છે. માનવામાં આવે છે કે, મેવાડના રાજા આ મંદિરમાં રહેલી મૂર્તિઓને ગોવર્ધન પહાડોમાંથી ઔરંગઝેબથી બચાવીને લાવ્યા હતા.
પ્રેમ મંદિર
આ મંદિર વૃંદાવનમાં સ્થિત છે. કહેવામાં આવે છે કે આ અવિશ્વસનિય કૃષ્ણ મંદિરને ઉપહાર તરીકે રસિક સંત જગદગુરી શ્રી કૃપાલુ જી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
જગન્નાથ મંદિર
જગન્નાથ મંદિર દેશમાં જ નહીં વિશ્વમાં પ્રસિદ્ધ છે. પુરીમાં બનેલુ જગન્નાથનું મંદિર ભારતમાં હિન્દુઓના ચાર ધામમાંથી એક છે.
ઈસ્કોન મંદિર
આપણા દેશમાં કેટલાએ ઈસ્કોન મંદિર છે, પરંતુ તેમાં દિલ્હીનું ઈસ્કોન મંદિર સુંદર અને લોકપ્રિય છે.
બાલકૃષ્ણ મંદિર
કર્ણાટકના હંપીમાં સ્થિત છે બાલકૃષ્ણ મંદિર. આ મંદિરને વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન મળ્યું છે. આ મંદિરમાં બાલકૃષ્ણ બિરાજમાન છે.
ઉડુપ્પી શ્રી કૃષ્ણ મઠ
કર્ણાટક શહેરમાં સ્થિત આ મંદિરને 13મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને ઘણુ પવિત્ર માનવામાં આવે છે.
ગુજરાત સહિત દેશમાં આવેલા આ છે જાણીતા કૃષ્ણ મંદિરો, આજે લોકોની રહેશે ભારે ભીડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2019 09:25 AM (IST)
દેશભરમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -