નાગપુરઃ કોરોના વાયરસના વધી રહેલા મામલાને લઈ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં શનિવાર અને રવિવાર જનતા ફર્ફ્યૂ લગાવવામાં આવશે. નાગપુરના મ્યુનિસિપલ કમિશ્નરે આ અંગેની શુક્રવારે જાહેરાત કરી હતી.

RSSના ગઢ ગણાતા નાગપુરમાં શનિવાર અને રવિવાર જનતા કર્ફ્યુની જાહેરાત કરતાં મ્યુનિસિપલ કમિશ્નર તુકારામ મુંઢેએ જણાવ્યું, આ દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓને છૂટ રહેશે. તે સિવાયની તમામ વસ્તુઓ બંધ રહેશે. અમે નાગરિકોને જનતા કર્ફ્યુમાં સહયોગ આપવા તથા પોતાના વ્યવહારમાં બદલાવ લાવવા અને કોરોનાના વાયરસની ચેન તોડવાની અપીલ કરીએ છીએ.





તેમણે એમ પણ કહ્યું કે, કોવિડ-19ના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય, આ અંગે જાગૃતિ પેદા કરવા અમે બે દિવસ જનતા કર્ફ્યુ લગાવવાનો ફેંસલો કર્યો છે. પરંતુ જો નિયમોનું કડકાઈથી પાલન નહીં કરવામાં આવે તો આકરાં પ્રતિબંધો સાથે કર્ફ્યુ લગાવવામાં આવશે.