કટારિયાએ કહ્યું, ‘મુખ્યમંત્રી કહી રહ્યાં છે કે, જનતા આવીને રાજભવનનને ઘેરી લેશે. હું કેન્દ્રને આગ્રહ કરું છું કે, રાજસ્થાનમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે સીઆરપીએફ તૈનાત કરવામાં આવે છે. કટારિયા અનુસાર તેના માટે પોલીસ પર વિશ્વાસ ન કરવો જોઈએ.’
ભાજપ નેતાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાનીમાં કૉંગ્રસ તથા તેમના સમર્થક ધારાસભ્યએ અહીં રાજભવનમાં રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી. ધારાસભ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ સાથે રાજ્યપાલ પાસે ગયા હતા. આ પહેલા ગેહલોતે કહ્યું હતું કે, સરકારના આગ્રહ બાદ પણ ઉપરથી દબાણના કારણે રાજ્યપાલ વિધાનસભા સત્રને બોલાવી નથી રહ્યાં.