નવી દિલ્લી: ભારત અને જાપાનની વચ્ચે શિનમાયવા યૂએસ-2 સર્ચ એંડ રેસ્ક્યૂ એયરક્રાફ્ટ ડીલ થવાની સંભાવના વધી ગઈ છે. ટોક્યોએ ડીલ કેંસલ થવાના આવી રહેલા અહેવાલો વચ્ચે કહ્યું છે કે જાપાન ભારત સાથે દોસ્તી માટે આ કરાર ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે બન્ને દેશો વચ્ચે કીંમત અને ટેકનીક પર હસ્તાંક્ષરના મુદ્દે પુરી રીતે સહમતિ બની શકી નથી.


જાપાન ભારતને શિનમાયવા યૂએસ-2 સર્ચ એંડ રેસ્ક્યૂ એયરક્રાફ્ટના હસ્તાંક્ષર આર્થિક ફાયદા માટે કરી રહ્યું નથી પરંતુ તે ભારત સાથે દોસ્તી મજબૂત કરવા માંગે છે. જાપાનની સાથે 12 વિમાનોની ડીલ કીંમત અને ટેકનિકલ પર હસ્તાંક્ષરના મુદ્દા પર સહમતિ ન બનતા આ ડીલ રદ્દ થઈ જવાના અહેવાલો વચ્ચે ટોક્યોથી આ નિવેદન આવ્યું છે.

જાપાની રક્ષા મંત્રાલયના સૂત્રો પ્રમાણે, 1.6 અરબ ડૉલરના વિમાન ડીલમાં જાપાન તરફથી કીંમત ઓછી કરવાની પુરી કોશિશ કરવામાં આવશે. જો બન્ને દેશોની વચ્ચે આ કરાર થાય છે તો ચીનને એ સંદેશ જશે કે ભારત અને જાપાન રક્ષા ક્ષેત્રમાં એક-બીજાની સાથે છે. ઉલ્લેખનીય છે કે ભારત અને જાપાન ચીનના ક્ષેત્રીય આક્રમકતા સામે ઝઝૂમી રહ્યા છે.