ઇશા ગુપ્તાએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘સિરિયા ? દિલ્હી ? હિંસક લોકો હિંસક વ્યવહાર કરી રહ્યાં છે. જે લોકો જેના માટે આ બધુ કરી રહ્યાં છે, શું તેમને તેના વિશે અડધી જાણકારી પણ છે. મારા શહેર અને મારા ઘરને અસુરક્ષિત બનાવી રહ્યાં છે.’
જાવેદ અખ્તરે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “દિલ્હીમાં હિંસાનું સ્તર વધી રહ્યું છે. બધા કપિલ મિશ્રા સામે આવી રહ્યાં છે. એક સામાન્ય દિલ્હીવાસીઓ માટે એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે જે પણ થઈ રહ્યું છે તે સીએએ અને વિરોધ પ્રદર્શનના કારણે થઈ રહ્યું છે અને થોડાક દિવસોમાં દિલ્હી પોલીસ તેનો આખરી સમાધાન કરશે.”
ઉલ્લેખનીય છે કે સોમવારે થયેલી હિંસામાં હેડ કોન્સ્ટેબલ સહિત સાત લોકોના મોત થયા હતા. નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પથ્થર અને આગચંપી થઈ હતી. ઉપદ્રવીઓએ મૌજપુર મેટ્રો સ્ટેશન,ભજનપુરા અને બ્રહ્મપુરી વિસ્તારોમાં ફરીથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ગોકલપુરીમાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ સહિત ઘણા વાહનોમાં આગ ચાંપવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે.
પોલીસના સૂત્રો મુજબ, જાફરાબાદ, મૌજપુર, ચાંદબાગ, ખુરેજી ખાસ અને ભજનપુરમાં થયેલા હિંસક પ્રદર્શનમાં 48 પોલીસકર્મી અને 98 સામાન્ય નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે.