મુખ્યમંત્રી જયલલિતાની તબીયતમાં સુધારો, જલ્દી ઘરે પાછા ફરશે: AIDMK
abpasmita.in | 20 Oct 2016 07:54 PM (IST)
ચેન્નઈ: તમિલનાડુમાં જયલલિતાની પાર્ટી AIDMK એ કહ્યું કે છેલ્લા એક મહિનાથી પાર્ટી સુપ્રીમો અને મુખ્યમંત્રી જયલલિતાની તબીયત હવે એકદમ સ્વસ્થ છે અને તેઓ જલ્દીથી ઘરે પાછા ફરશે. અન્નાદ્રમુકની પ્રવક્તા સીઆર સરસ્વતીએ કહ્યું કે અપોલો હોસ્પિટલમાં ડૉક્ટરો અને તજજ્ઞોની દેખરેખમાં જયલલિતાના સ્વાસ્થમાં ધણો સુધાર થયો છે, તેમણે કહ્યું જનસેવા માટે પોતાનું જીવન સર્મપિત કરનારા અમ્મા ડૉક્ટરોના આદેશ મુજબ આરામ કરી રહ્યા છે. સરસ્વતીએ કહ્યું તે એકદમ ઠીક છે તેઓ જલ્દીથી ઘરે પાછા ફરશે. મુખ્યમંત્રીને તાવની ફરિયાદ બાદ 22 સપ્ટેમ્બરથી અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લંડનથી આવેલા એક ડૉક્ટર તેમજ દિલ્લી એમ્સના ત્રણ ડૉક્ટરની ટીમે પણ જયલલિતાના સ્વાસ્થની સંભાળ રાખી હતી, જેમનો સ્વશ્ર્ન સંક્રમણથી ઉપચાર ચાલી રહ્યો છે. અન્નામુદ્રકના પૂર્વ મંત્રી અને બીજેપી નેતા એચવી હાંડેએ પણ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે જયલલિતા જલ્દી ઘરો પાછા ફરશે. હાંડે એમજી રામચંદ્રન અન્નમુદ્રક સરકારમાં સ્વાસ્થમંત્રી રહ્યા હતા. તેમણે કહયુ મને વિશ્ર્વાસ છે કે જયલલિતા એક સપ્તાહમાં ઘરે આવી જશે. જ્યારે પાર્ટીના કાર્યકર્તા જયલલિતાના સ્વાસ્થ માટે મંદિર, મસ્જિદમાં વિશેષ પ્રાર્થનાના કાર્યક્રમો કરી રહ્યા છે, અને પોતાના નેતા જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી રહ્યા છે.