ચેન્નઈ: તમિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાની તબિયતમાં હાલ ધણો સુધોરો છે, તે હોસ્પિટલમાં પોતાના બેડ પર બેસી શકે છે. આ જાણકારી સુત્રો તરફથી શુક્રવારના મળ હતી, પરંતુ રેસ્પિરેટરી સપોર્ટ હાલ ચાલું છે.
મુખ્યમંત્રી છેલ્લા ત્રણ સપ્તાહથી વધુ સમયથી હોસ્પિટલમાં છે. ડૉક્ટરો કહેવા મુજબ બાલ તેમના ફેફસાના સંક્રમણનો ઈલાજ ચાલુ છે. સુત્રોના જણાવ્યા મુજબ હજુ ધણા દિવસો સુધી તેમની સારવાર ચાલુ રાખવાની જરૂર છે, અને તે વાતચીત કરવા ત્યારે જ સક્ષમ બનશે જ્યારે ટ્રેકેસ્ટૉમી ટ્યૂબ કાઢી નાખવામાં આવે.
જયલલિતાની પાર્ટી AIADMK દ્વારા ગુરૂવારે કહેવામાં આવ્યુ હતું કે તે એકદમ સ્વસ્થ છે, અને જલ્દી ઘરે પાછા ફરશે. AIDMK ના પ્રવક્તા સીઆર સરસ્વતીએ ચેન્નઈમાં પત્રકારોને જણાવ્યુ હતુ કે અમ્માની તબીયત એકદમ સુધારા પર છે તે જલ્દી ઘરે પાછા ફરશે.
68 વર્ષિય જયલલિતાને 22 સપ્ટેમ્બરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાર્ટી દ્વારા શરૂઆતમાં માત્ર ડિહાઈડ્રેશન અન બુખારની ફરિયાદ કરવામાં આવી હતી.
જયલલિતા પાસેના મંત્રાલય ગયા અઠવાડિયે રાજ્યપાલે તેમના સહયોગી પનિર સેલ્વમને સોંપી દિધા હતા. જ્યારે ડૉક્ટરોની ટીમે કહ્યુ કે તેમને હોસ્પિટલમાં વધુ સમય લાગી જશે. ત્યારબાદ કેબિનેટની બેઠક પણ યોજવામાં આવી હતી.
AIDMK પાટીના કાર્યકર્તાઓ જયલલિતાના સ્વાસ્થ માટે રાજ્યભરના મંદિરો અને મસ્જિદોમાં પ્રાર્થના કરી રહ્યા છે