પટના: બિહારને વિશેષ રાજ્યના દરજ્જોની માંગને લઈને જનતા દળે (જેડીયૂ) હવે આંદોલન કરવાનું એલાન કર્યું છે. જેડીયૂ પ્રવક્તા સંજય સિંહે કહ્યું કે વિશેષ રાજ્યનો દરજ્જો બિહારનો અધિકાર છે. અને તેને લઈને જ રહીશું. જ્યાં આરજેડીએ આ મુદ્દે ટોણો માર્યો છે, આરજેડીએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે છતાં પણ તેઓ કોની પાસે માંગ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ બીજેપી આ મુદ્દે ગોળ ગોળ જવાબ આપી રહી છે.

જેડીયૂના પ્રવક્તા સંજય સિંહે કહ્યું કે,“જ્યાં સુધી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે અમારું આંદોલન ચાલુ રહેશે, કોણ શું બોલે છે, કોણ શું કરે છે તેનાથી અમને કોઈ મતબલ નથી. વર્ષ 2006માં વિધાનસભામાં સર્વસમ્મતિથી તમામ દળોએ આ મુદ્દા પર મહોર લગાવી હતી કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જ જોઈએ કારણ કે બિહાર એક પછાત રાજ્ય છે.”

સંજય સિંહે કહ્યું કે, 14માં નાંણાકીય આયોગે ભલે વિશેષ રાજ્યનો દરજ્જો નથી આપ્યો પરંતુ અમે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો લઈને રહીશું. અમે આંદોલન ચાલુ રાખીશું, આગામી સમય બિહાર માટે સારો આવશે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળશે. અમે આંદોલન કરી રહ્યા છે.

જ્યારે બીજી તરફ આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ આ મુદ્દે કટાક્ષ કરતા કહ્યું, નીતીશ કુમારજીને જણાવવાનું છે કે વડાપ્રધાને શુક્રવારે પાર્લામેન્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ડબલ એન્જીનની સરકાર તો ડિરેલ થઈ ગઈ છે. હવે આ સ્પષ્ટ છે કે નીતીશ કુમારજીને વિશેષ રાજ્યનો દરજ્જો મળવાનોન નથી. બિહારની 11 કરોડ જનતા માટે રાજનીતિ કરતા હોઉ તો કેન્દ્રની સરકાર સાથે સમર્થન પાછું ખેંચી લો અને ગઠબંધન તોડી દો.