નવી દિલ્લી: જોઇન્ટ એન્ટ્રેસ એક્ઝામીનેશન (JEE) MAINનાં પેપર-1નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પેપર-2નું પરિણામ કાલે જાહેર કરવામાં આવશે. આંધ્ર પ્રદેશના વિજયવાડાના સૂરજ કૃષ્ણાએ જેઈઈ મેન 2018માં ટોપ કર્યું છે. આ પરીક્ષામાં ભાગ લેનારા અભ્યાર્થી વિભાગની અધિકારીક વેબસાઇટ jeemain.nic.in પર જઇે પરીક્ષા પરિણામોને જોઇ શકે છે. રિઝલ્ટ cbseresults.nic.in પર પણ ચેક કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડે આ અંગે ઓફલાઇન અને ઓનલાઇન માધ્યમથી પરીક્ષાનું આયોજન કર્યું હતું. ઓફલાઇન પરીક્ષાનું આયોજન 8 એપ્રીલનાં રોજ ઓનલાઇન પરીક્ષા 15-16 એપ્રીલે લેવાઇ હતી.
મેન પરીક્ષામાં આશરે 10,43,739 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેને લઈને કુલ 2,31,024 વિદ્યાર્થી જેઈઈ એડવાન્સમાં બેસવા માટે પાસ જાહેર કરવામાં આવ્યા છે. જેઈઈ મેનના પેપર-1માં પાસ થયેલા વિદ્યાર્થીઓમાં 18,0331 છોકરાઓ અને 50,693 છોકરીઓ છે.