લાલુપ્રસાદ યાદવને 34 દિવસ પછી અહીંના એઇમ્સમાંથી સોમવારે રજા આપી દેવામાં આવી. તેમને 28 માર્ચના રોજ રાંચી મેડિકલ કોલેજથી ઇલાજ માટે દિલ્હી લાવવામાં આવ્યા હતા. એઇમ્સામાંથી ડિસ્ચાર્જ થતા પહેલા તેમણે મેનેજમેન્ટને ચિઠ્ઠી લખીને લગભગ 5 બીમારીઓનો હવાલો આપ્યો અને કહ્યું કે હાલ તેમની તબિયત ઠીક નથી. આ પહલા સવારે લાલુએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. રાહુલે લાલુને મળીને તેમની તબિયતના સમાચાર જાણ્યા હતા.
લાલૂ પ્રસાદ યાદવે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું, સમગ્ર દેશ જાણે છે કે અધુરી સારવાર કરી કાવતરૂ રચી મોદીના ડૉક્ટર મને પાછા રાંચી રિમ્સમાં મોકલી રહ્યા છે. જેને લઈને મે એઈમ્સને પત્ર પણ લખ્યો છે. મને પાછા મોકલવા પાછળ એક રાજકિય કાવતરૂ છે.
આરજેડી પ્રવક્તા મનોજ ઝાએ લાલૂ યાદવને પાછા રાંચી મોકલવાના એઈમ્સના નિર્ણય માટે સરકારને જવાબદાર ગણાવી. તેમણે કહ્યું, જે લોકો રાજકિય લડાઈ નથી જીતી શક્યા તેઓ હવે સ્વાસ્થ સાથે રમત રમવાનું કાવતરૂ કરી રહ્યા છે. અમને બધાને લાલૂજીના સ્વાસ્થની ચિંતા છે.