મુંબઇઃ મુંબઇથી જયપુર જઇ રહેલી જેટ એરવેઝની ફ્લાઇટમાં એક મોટી દુર્ઘટના થતાં મચી ગઇ હતી. ક્રૂ મેમ્બર્સની એક ભૂલને કારણે ફ્લાઇટને અધવચ્ચેથી પરત મુંબઇ લઇ જવી પડી હતી. વાસ્તવમાં ક્રૂ મેમ્બર્સ કેબિનની પ્રેશર સ્વિચ મેન્ટેન કરવાનું ભૂલી ગયા હતા જેને કારણે આ દુર્ઘટના ઘટી હતી.


ફ્લાઇટમાં લગભગ 166 મુસાફરો સવાર હતા. ક્રૂ મેમ્બર્સની આ ભૂલને કારણે લગભગ 30 મુસાફરોના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યુ હતું અને તે સિવાય અનેક મુસાફરોએ માથામાં દુખાવાની ફરિયાદ કરી હતી. તમામની મુંબઇ એરપોર્ટ પર સારવાર ચાલી રહી છે.

નોંધનીય છે કે જેટ એરવેઝની B737ની 9W 697 ફ્લાઇટ મુંબઇથી જયપુર જવા રવાના થઇ હતી. જે દરમિયાન ક્રૂ મેમ્બર્સ તે સ્વિચ ઓન કરવાનું ભૂલી ગયા જેને કારણે ઓક્સીજન મેન્ટેન થઇ શક્યો નહીં. દુર્ઘટના બાદ DGCA એ ક્રૂ મેમ્બર્સને રોસ્ટરથી હટાવી દીધા છે. જેટ એરવેઝનું કહેવું છે કે દુર્ઘટના બાદ ફ્લાઇટને મુંબઇ પાછી લઇ જવી પડી હતી. આ દરમિયાન ફ્લાઇટમાં 166 મુસાફરો, 5 ક્રૂ મેમ્બર્સ હાજર હતા.