નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરાઇ છે. રાજ્યમાં પાંચ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 23 ડિસેમ્બરના રોજ આવશે. શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યુ કે પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરના રોજ થશે. સાત ડિસેમ્બરના રોજ બીજા, 12 ડિસેમ્બરે ત્રીજા તબક્કાનું મતદાન થશે. જ્યારે ચોથા તબક્કાનું મતદાન 16 ડિસેમ્બરના રોજ જ્યારે 20 ડિસેમ્બરના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે.


મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે, ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5  જાન્યુઆરીના રોજ ખત્મ થશે. ઝારખંડના 19 જિલ્લા નક્સલથી પ્રભાવિત છે. 67 બેઠકો નક્સલ પ્રભાવિત છે.


નોંધનીય છે કે મુખ્યમંત્રી રઘુવર દાસના નેતૃત્વમાં ભાજપ સતત બીજી વખત પૂર્ણ બહુમત સાથે સત્તામાં વાપસી કરવા આતુર છે. ભાજપે લોકસભા ચૂંટણીના પરિણાનો જોતા વિધાનસભા ચૂંટણીમાં મિશન 65 પ્લસનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ભાજપ-એજેએસયૂ મળીને ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રઘુવર દાસ જન આશીર્વાદ યાત્રા મારફતે ભાજપના પક્ષમાં માહોલ બનાવવામાં લાગ્યા છે.