ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કેંદ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક પ્રધાનમંત્રી મોદીના ઘરે શનિવારે મળી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, જેપી નડ્ડા, રઘુવર દાસ, ઓમ પ્રકાશ માથુર, અર્જુન મુંડા અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પાંચ તબક્કામાં 30 નવેમ્બરે શરૂ થશે. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરના, ત્રીજા, ચોથા અને પાંચમાં તબક્કાનું મતદાન ક્રમશ: 12,16 અને 19 ડિસેમ્બરના થશે. મતગણતરી 23 ડિસેમ્બરના થશે.