મુંબઈ: મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તેના પર સસ્પેન્સ યથાવત છે. રવિવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં પાર્ટીના ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે, જ્યારે આ પહેલા શિવસેના આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રી બનાવવા કહી રહ્યું હતું.


શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી છે. મુંબઈમાં માતોશ્રી સહિત ઘણા વિસ્તારોમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને તેવી માગ સાથે બેનર લાગ્યા છે.

શિવસેનાના ધારાસભ્યો મુંબઈની રીટ્રીટ હોટલમાં રોકાયા છે, જ્યા રવિવારે ઉદ્ધવ ઠાકરેએ તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને ધારાસભ્યો વચ્ચે બેઠક શરૂ થઈ તો ધારાસભ્યોએ સરકાર બનાવવાને લઈને પોતાની રાય આપવાની શરૂ કર્યું અને આ વખતે આદિત્ય ઠાકરે નહી પરંતુ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની માંગ શરૂ થઈ છે.