રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે નીતીશ કુમારની પાર્ટી જેડીયૂએ આજે પોતાના આઠ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ઝારખંડમાં જેડીયૂ ભારતીય જનતા પાર્ટીથી અલગ થઈને ચૂંટણી લડી રહ્યું છે. જેડીયૂની નજર રાજ્યની ઘણી બેઠકો પર છે. પાર્ટીનું વધારે ધ્યાન પલામૂ, દક્ષિણી છોટાનાગપુર અને ઉતરી છોટાનાગપુર પર છે, જ્યાં જેડીયૂનો પરંપરાગત આધાર છે.


પાર્ટીએ વિશુનપુરથી કૃપાલતા દેવી, મણિકાથી બુદ્ધેશ્વર ઉરાંવ, પાંકીથી સુશીલ કુમાર મંગલમ, વિશ્રામપુથી બ્રહ્મદેવ પ્રસાદ,છતરપુરથી સુધા ચૌધરી, હુસૈનાબાદથી આદિત્ય ચંદેલ, ગઢવાથી પતંજલી કેશરી અને ભવનાથપુરથી શકુંતના જાયસવાલને ટિકીટ આપી છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પાંચ તબક્કામાં 30 નવેમ્બરે શરૂ થશે. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરના, ત્રીજા, ચોથા અને પાંચમાં તબક્કાનું મતદાન ક્રમશ: 12,16 અને 19 ડિસેમ્બરના થશે. મતગણતરી 23 ડિસેમ્બરના થશે.