ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ભાજપમાં ટિકિટ માટે ધમાસાણ, મંત્રી સરયૂ રાયે કહ્યું- નથી જોઈતી ટિકિટ
abpasmita.in | 17 Nov 2019 10:25 AM (IST)
ભાજપે શનિવારે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું હતું. આ લિસ્ટમાં ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. બીજેપીના સીનિયર નેતા સરયૂ રાયને હજુ સુધી ટિકિટ ફાળવવામાં આવી નથી.
રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ફાળવણીને લઈ ધમાસાણ શરૂ થઈ ગયું છે. પાર્ટીના સીનિયર નેતા અને રાજ્ય સરકારના મંત્રી સરયૂ રાયે શનિવારે બળવાના એંધાણ આપતાં કહ્યું કે, મારે બીજેપીની ટિકિટ નથી જોઈતી. સરયૂ રાયે બે વિધાનસભામાંથી ઉમેદવારી પત્ર ખરીદ્યું છે. જેનો સંકેત છે કે તેઓ બે જગ્યાએ ચૂંટણી લડશે. સરયૂ રાય સીએમ રઘુવર દાસ અને સરકારના આલોચક માનવામાં આવે છે. ભાજપે શનિવારે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું હતું. આ લિસ્ટમાં ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. તેની સાથે જ બીજેપીની સહયોગી આજસૂએ પણ એક યાદી જાહેર કરી છે. બીજેપીના સીનિયર નેતા સરયૂ રાયને હજુ સુધી ટિકિટ ફાળવવામાં આવી નથી. સરયૂ રાય જમશેદપૂર પશ્ચિમથી ભાજપના સાંસદ છે. જો તેમને ટિકિટ નહીં ફાળવવામાં આવે તો અપક્ષ ઉમેદવાર તરીકે જમશેદ પૂર્વ સીટ પરથી મુખ્યમંત્રી રઘુવર દાસ સામે ચૂંટણી લડી શકે છે.