નવી દિલ્હીઃ ગુરુગ્રામના સેક્ટર-51માં 16 વર્ષના કિશોરે પિતરાઈ બહેનને બેડ પર બાંધીને તેની સાથે દુષ્કર્મ કર્યુ હોવાની પોલીસે શનિવારે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની છે પરંતુ શુક્રવારે જ્યારે કિશોરી સ્કૂલમાં બેભાન થઈને ઢળી પડી અને તેણે શિક્ષિકાને આપવીતી વર્ણવી ત્યારે ઘટનાનો ખુલાસો થયો હતો.

ગુરુગ્રામના જનસંપર્ક અધિકારી સુભાષ બોકાને જણાવ્યું કે, પીડિતાની માતાએ આરોપી સામે મહિલા પોલીસ સ્ટેશનમાં મામલો નોંધાવ્યો છે. મહિલા મુજબ આરોપીની માતાની તબિયત ખરાબ હોવાના કારણે પોતાની પુત્રીને ઘરેલુ કામકાજમાં મદદ કરવા માટે મોકલી હતી.

બોકાને જણાવ્યું કે, જ્યારે આરોપીની માતા ડોકટરને મળવા ગઈ ત્યારે ઘરમાં છોકરી અને સગીર એકલા હતા. આરોપી કિશોરે યુવતીના હાથ-પગ બેડ પર બાંધી દીધા અને બાદમાં તેની સાથે દુષ્કર્મ કર્યું. બોકાનના જણાવ્યા મુજબ, મામલો નોંધાયા બાદ આરોપી કિશોરની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.

બોલીવુડની આ હોટ એક્ટ્રેસ જોવા મળશે પ્રજ્ઞાચક્ષુના રોલમાં, જાણો વિગત

આજે બિનસચિવાલય કલાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની યોજાશે પરીક્ષા, જાણો વિગત

INDvBAN: કોહલીને મળવા જીવના જોખમે મેદાનમાં પહોંચી ગયો ફેન ને પછી......