રાંચીઃ ઝારખંડ વિધાનસબા ચૂંટણી પરિણામોની મતગણતરી ચાલી રહી છે. મહાગઠબંધનને સ્પષ્ટ બહુમત મળી રહી છે, જયારે સત્તારૂઢ ભાજપને મોટો ફટકો લાગ્યો છે. હાલ ભાજપ 24 અને JMM, કોંગ્રેસ અને RJD ગઠબંધન 45 સીટ પર આગળ છે.


આ દરમિયાન ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હેમંત સોરેને તેના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. જે બાદ તેઓ સાઇકલ ચલાવતા પણ જોવા મળ્યા હતા, સાઇકલ ચલાવીને તેમણે ગઠબંધનમાં બેલેન્સ હોવાનો સંકેત આપ્યો હતો.


હેમંત સોરોને આ વખતે બે સીટો પર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. તેઓ બંને સીટો પરથી આગળ ચાલી રહ્યા છે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર પૂર્વ સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.


ઝારખંડમાં વિધાનસભાની 81 સીટો છે. જ્યાં સરકાર બનાવવા માટે 41 સીટો જરૂરી છે. 2014માં ભાજપે 37 સીટો જીતી ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (AJSU) સાથે મળીને સરકાર બનાવી હતી. ઝારખંડ મુક્તિ માર્ચાને 19, કોંગ્રેસને 6 અને અન્યને 6 સીટો મળી હતી.


આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે

ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ સહિત 4 ટીમો વચ્ચે જલ્દી રમાશે આ મોટી ટુર્નામેન્ટ, ગાંગુલીએ કરી જાહેરાત