રાંચી: ગુજરાત બાદ હવે ઝારખંડમાં પણ આર્થિક રીતે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જ ઝારખંડ આ કાયદો લાગુ કરનારું દેશનું બીજુ રાજ્ય બની ગયું છે. 10 ટકા અનામતનો કાયદાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 13 જાન્યુઆરીએ મંજૂરી આપી દીધી હતી. આ પહેલા 9 જાન્યુઆરીએ સવર્ણ અનામત બિલ સંસદમાં પસાર થયું હતું.


આ કાયદાથી સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત લોકોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં પણ 10 ટકા અનામત મળશે. આ અનામતનો લાભ તે સવર્ણ મેળવી શકશે જે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય. જેમની પાસે નિવાસી જમીન 1000 ચોરસ ફુટથી ઓછી હશે. સૂચિત મ્યુનિસિપલ વિસ્તારમાં 100 યાર્ડ કરતા ઓછી જમીન છે.ખેતી માટે 5 હેક્ટરથી ઓછી જમીન સંપત્તિ હશે તેમને અનામતનો લાભ મળશે.