રાંચી: ઘાસચારા કૌભાંડ કેસમાં જેલની સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી ઝારખંડ હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ મામલો દુમકા ટ્રેઝરી કેસનો હતો. જસ્ટિસ અપરેશ કુમારસિંહની બેન્ચે સુનાવણી કરી હતી. લાલુ યાદવના જામીન એટલા માટે ફગાવી દીધાં છે કે તેમણે સીબીઆઈ કોર્ટ દ્રારા આપવામાં આવેલી સજાની અડધી અવધિ પૂરી કરી નથી.
સીબીઆઈ કોર્ટે લાલુ યાદવને ઘાસચારા કૌભાંડમાં ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સાત સાત વર્ષની સજા સંભળાવી છે. આ રીતે લાલુને કુલ ચૌદ વર્ષની સજા સંભળાવી છે.
સીબીઆઈએ આ મામલે અગાઉથી પોતાનો જવાબ કોર્ટ સમક્ષ દાખલ કર્યો હતો જેમાં લાલુને ભ્રષ્ટારના આ કેસમાં જામીન આપવા પર વિરોધ કર્યો હતો. દુમકા કેસમાં લાલુએ માત્ર 22 મહિના જ જેલમાં વિતાવ્યા છે. એવામાં સજાનો અડધો સમય પણ પૂરો કર્યો નથી. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે જામીન અરજી ફગાવી દીધી હતી.
લાલુ પ્રસાદ યાદવે ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપતા જામીન માટે અરજી કરી હતી. પરંતુ આજે સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈની દલીલ માનતા લાલુ પ્રસાદની જામીન અરજી નકારી દીધી છે.
સરેન્ડર માટે તૈયાર નહોતા આરોપી, જવાબી ફાયરિંગમાં ઠાર મરાયાઃ તેલંગણા પોલીસ
હૈદરાબાદ ગેંગરેપ: જે જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું એ જગ્યાએ ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કર્યું
ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને ઝટકો, ઝારખંડ હાઈકોર્ટે જામીન અરજી ફગાવી
abpasmita.in
Updated at:
06 Dec 2019 06:07 PM (IST)
સીબીઆઈ કોર્ટે લાલુ યાદવને ઘાસચારા કૌભાંડમાં સાત-સાત વર્ષની સજા સંભળાવી છે. આ રીતે લાલુને કુલ ચૌદ વર્ષની સજા સંભળાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -