ઝારખંડમાં અંકિતાની હત્યા બાદ રોષનો માહોલ છે. સમગ્ર દેશમાં આ ઘટનાને  લઈ હાહાકાર મચી ગયો છે. શાહરુખ નામના યુવકે મંગળવારે ઝારખંડના દુમકામાં ધોરણ 12માં ભણતી 19 વર્ષની છોકરીને એકતરફી પ્રેમમાં નિષ્ફળતા બાદ જીવતી સળગાવી દીધી હતી, જેના કારણે તેનું મોત થયું હતું.   અંકિતા હત્યા કેસ અંગે ઝારખંડના આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તાએ ખાતરી આપી છે કે ઝારખંડ સરકાર ગુનેગારને ફાંસી સુધી પહોંચાડવા માટે કામ કરશે. શાહરુખ નામના યુવકે મંગળવારે ઝારખંડના દુમકામાં ધોરણ 12માં ભણતી 19 વર્ષની છોકરીને એકતરફી પ્રેમમાં નિષ્ફળતા બાદ જીવતી સળગાવી દીધી હતી, જેના કારણે તેનું મોત થયું હતું.


ઝારખંડના દુમકા શહેરની દીકરી અંકિતા પંચતત્વમાં વિલીન થઈ ગઈ છે. એકતરફી પ્રેમમાં પાગલ થયેલો પ્રેમી તેને ક્રૂરતાપૂર્વ મારવાના સમાચાર મળતાં જ દુમકા સહિત સમગ્ર રાજ્યના લોકોમાં આક્રોશની સાથે સાથે શોક જોવા મળી રહ્યો છે. સોમવારે અંકિતાના પાર્થિવ શરીરને દુમકાના બેદિયા ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેનો દેહ પંચતત્વમાં વિલીન થઈ ગયો છે. અંકિતાના દાદાએ મુખાગ્નિ આપી હતી. 


ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું કે સરકાર આરોપીઓને ફાંસી સુધી પહોંચાડવાનું કામ કરશે. અમે આવી ઘટનાની નિંદા કરીએ છીએ. સરકાર આ બાબતને ગંભીરતાથી જોઈ રહી છે. આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થશે. જો કોઈ અધિકારીએ આ મામલે બેદરકારી દાખવી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે આરોપીઓને કડકમાં કડક સજા મળે.


આ ઘટનાને પગલે વિસ્તારમાં કોમી તણાવ સર્જાયો છે અને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ અને કાર્યકરોએ આજે દુમકા બજારમાં બંધ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ શાહરૂખ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના બાદ અંકિતાને રાંચીના રિમ્સમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રદીપ સિંહે તેનું નિવેદન નોંધ્યું હતું, જેને હવે તેના મૃત્યુ પહેલા પીડિતાના છેલ્લા નિવેદન તરીકે લેવામાં આવ્યું છે.


પોલીસે જણાવ્યું કે શાહરૂખ છેલ્લા કેટલાક સમયથી અંકિતાને પરેશાન કરતો હતો અને જ્યારે તે પ્રેમ સંબંધ રાખવા માટે રાજી ન હતી ત્યારે આરોપીએ ધમકી આપી હતી કે, 'જો તું મારી વાત નહીં માને તો હું તને મારી નાખીશ.' પોલીસે આરોપી યુવક શાહરૂખની ધરપકડ કરીને મંગળવારે જ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.