હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને બહુમતી નથી મળી. જેજેપીએ ચૂંટણી બાદ ભાજપ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે. ગઠબંધનની શરતો પ્રમાણે ખટ્ટર સરકારમાં જેજેપીનો એક ઉપમુખ્યમંત્રી અને બે મંત્રી હશે. જેલથી નિકળ્યા બાદ ખુશ દેખાઈ રહેલા ચૌટાલાએ ભાજપ સાથે ગઠબંધન પર કહ્યું અમે તેના પર હા પાડી હતી.
તેમણે કહ્યું, હું તો જેલમાં છું. દુષ્યંતે સાથિઓના સહયોગથી 11 મહિનામાં સંગઠન ઉભુ કર્યું છે. ભાજપ સાથે ગઠબંધનને લઈને દુષ્યંત સાથે વાત કરી હતી. અમે ભાજપ સાથે ગઠબંધનને મંજૂરી આપી હતી. અમે કૉંગ્રેસ સાથે ન જઈ શકીએ, જેના અમે જન્મજાત વિરોધી છીએ.
અજય ચૌટાલાએ પરિવારના તકરાર પર કહ્યું, પરિસ્થિતિ એવી બનાવીશું કે ચૌધરી ઓમ પ્રકાશ ચૌટાલાજી અને આઈએનએલડી પોતાના નિર્ણય પણ બીજી વખત વિચાર કરે, તેમણે ખોટો નિર્ણય લીધો ચે. જેનું પરિણામ પ્રદેશની જનતાને અને પરિવારને ભોગવવું પડ્યું. અત્યારે પણ હું કહું છું કે પરમાત્મા તેમને સદબુદ્દિ આપે અને બીજી વખત વિચારે, અમે તેમનું સ્વાગત કરીશું.