શ્રીનગઃ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારના વિસ્તાર લાવેપોરાના ઉમરાબાદમાં આતકીઓ અને સુરક્ષાદળો વચ્ચે 12 કલાકથી વધુ સમયથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાલે મોડી સાંજે શરૂ થયેલુ આ એન્કાઉન્ટરામાં માનવામાં આવે છે કે બે આતંકીઓ એક ઘરમાં છુપાયેલા હતા.


આ આતંકીઓમાંથી એકે સુરક્ષાદળોની અપીલ બાદ સમર્પણ કરી દીધુ પરંતુ જ્યારે બીજો હજુ પણ ઇમારતમાં છુપાયેલો છે. આ આતંકી સતત સુરક્ષાદળો પર ફાયરિંગ કરી રહ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ બન્ને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી છે. એન્કાઉન્ટર હાઇવેની પાસે છે, આ કારણે ત્યાં કાલ સાંજથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

બે દિવસ પહેલા પણ પકડાયા હતા બે આતંકી
પુંછ જિલ્લામાં સુરક્ષાદળોએ રવિવારે જમ્મુ-કાશ્મીર ગજની ફોર્મસના બે આતંકીઓને પકડ્યા હતા. આતંકીઓની પાસે વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી હતી.