શ્રીનગરઃ જમ્મૂ કાશ્મીરમાં પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળોને અથડામણમાં મોટી સફળતા મળી છે. અહીં એક ઘરમાં સંતાયેલ આતંકીઓ સાથે સોમવારે સાંજે શરૂ થયેલ અથડામણમાં અત્યાર સુધી બે આતંકીઓ ઠાર મરાયા છે. વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.


પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે, ત્રાલ વિસ્તારમાં સોમવારે મોડી સાંજે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. તેમણે કહ્યું કે, સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકીઓને ખત્મ કરવા માટે અભિયાન શરૂ કર્યું. આ એનકાઉન્ટરમાં અત્યાર સુધી બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.