જમ્મુ-કાશ્મીર એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયુ છે કે એક ગુપ્ત સૂચનાના આધારે બ્યૂરોની ટીમે મોહમ્મદ શફી ડારને શ્રીનગરના એક ઠેકાણેથી ઝડપી પાડ્યો છે. ડારે પર બેન્કના નિયમોને તાકે પર રાખીને એક કથિત સોસાયટીના ચેરમેનને 223 કરોડની લૉન સેન્ક્શન કરાવવાનો આરોપ છે. તેના પર આરોપ છે કે તેની અધ્યક્ષથા વાળા બોર્ડે હિલાલ અહેમદ મીરને ઝેલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી માટે 223 કરોડની લૉન મંજૂર કરી, જ્યારે જમીન પર આવી કોઇ સોસાયટી હકીકતમાં ન હતી.
આ મામલો બહાર આવ્યા બાદ મોહમ્મદ શફી ડાર સતત પોતાની ધરપકડથી બચતો રહેતો હતો. આ ગોટાળાનો પર્દાફાશ થાય બાદ 17મેએ જમ્મુ કાશ્મીર કોઓપરેટિવ બેન્કનુ સંચાલન રાજ્ય સરકારે પોતાના હાથમાં લઇ લીધુ હતુ, અને ત્યારથી આ બેન્કના પૂર્વ ચેરમેન લાપતા હતા.
એન્ટી કરપ્શન બ્યૂરો તરફથી જાહેર કરાયેલી લૂકઆઉટ નોટિસમાં કહેવાયુ હતુ કે જે પણ શખ્સ જમ્મુ-કાશ્મીર કોઓપરેટિવ બેન્કના પૂર્વ ચેરમેન મોહમ્મદ શફી ડાર વિશે સૂચના આપશે તેનુ નામ ગુપ્ત રાખવામાં આવશે અને તેને ઇનામ પણ આપવામાં આવશે.