નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ દરમિયાન આતંકવાદીઓ પથ્થરમારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. અથડામણમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો. ગોળીબાર દરમિયાન ઘાયલ જવાનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પરંતુ ઘણા પ્રયાસો બાદ પણ તેને બચાવવામાં સફળતા મળી નહોતી.
નોંધનીય છે કે પુલવામામાં બે-ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળ્યા બાદ સૈન્યએ કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ પથ્થરબાજો આતંકીઓની ઢાલ બનીને આવ્યા હતા અને સૈન્ય પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. જેનો લાભ લઇને આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળોએ તાજેતરમાં જ હિઝબુલ કમાન્ડર સદ્દામ પાદર અને કાશ્મીર યુનિવર્સિટીના પ્રોફેસર મોહમ્મદ રફી બટ્ટ સહિત પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા.