નરગોટા: જમ્મુ-કશ્મીરના નરગોટા પાસે સેનાના કેંપ પર ફિદાયીન હુમલો થયો છે. કેટલાક આતંકીઓએ કેંપ પર બોબ્બ ફેંક્યો હતો. આ આતંકીઓ યુનિટમા ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. આતંકીઓની સંખ્યા ચાર હોવાનું જાણવા મળ્યુ છે. આ


સેના પર હુમલા બાદ નરગોટાની તમામ સ્કૂલો બંધ કરવામાં આવી છે. સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉંટર ચાલુ છે. પીટીઆઈ અનુસાર આ એન્કાઉંટરમાં ત્રણ જવાન ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે.

હુમલા બાદ નગરોટા વિસ્તારને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. સેનાના યુનિટ પર સવારે પાંચ વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો.

જમ્મુ-કશ્મીરમાં સાંબા જિલ્લામાં અંતરરાષ્ટ્રીય સીમા પર ઘૂસણખોરીનો પ્રયાસ થઈ રહ્યો છે. બીએસએફનો એક જવાન ઘાયલ થયા છે, અને બે આતંકીઓને ઠાર માર્યા છે.

બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા અનુસાર વહેલી સવારે સાંબા જિલ્લાના ચાંબિલિયાલ-રામગઢ સેક્ટરમાં બીએસએફના જવાનોને સંદિગ્ધ આતંકીઓની ગતિવિધિઓ અંગે જાણ થઈ હતી.