શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કુપવાડામાં બુધવારે સવારે સૈનાના કાફલા પર થયેલા હૂમલામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. જેમાથી એકની હાલત ગંભીર છે. સૈનાના અધિકારીએ જણાવ્યું હતું કે, "હૂમલામાં એક જવાનની હાલત ગંભીર છે અને તેને હેલીકૉપ્ટરથી કૂપવાડાથી શ્રીનગર પહોંચાડવામાં આવ્યો હતો, તેનો ઇલાજ સૈનિક હૉસ્પિટલમાં કરવામાં આવી રહ્યો છે.

આતંકવાદીઓએ સૈનિકોના કાફલા પર હંદવાડાના ક્રાલગુંડમાં હૂમલો કર્યો હતો.  જ્યારે આ હુમલો થયો ત્યારે સૈનાનો કાફલો કૂપવાડા જઇ રહ્યો હતો. આતંકવાદીઓએ ક્રાલગુંડ ગામ પાસે કાફલા પર અચાનક હુમલો કર્યો હતો. સૈનાએ પણ સામે જવાબી ફાયરિંગ કર્યું હતું પરંતું હૂમલો કરનાર ભાગવામાં સફળ રહ્યા હતા.

સેના અને સુરક્ષાબળોએ એરિયાની ઘેરાબંદી કરી છે. અને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. 8 જૂલાઇ બાદ સૈનાના કાફલા પર બીજો મોટો હૂમલો થયો હતો. એ હુમલામાં હજ્બુલ મુજાહિદીનના કમાંડર બુરહાન વાનીનું એન્કાઉન્ટર થયું  હતું.