નવી દિલ્હી: જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)માં સોમવારે મેનેજમેન્ટ અને વિધાર્થીઓ વચ્ચે ફી વધારાને લઈને વિધાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓને આગળ વધતા અટકાવવા પોલીસે બેરીકેટ લગાવી દીધા હતા. આ સમયે ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.


જેએનયૂથી આશરે ત્રણ કિલોમીટર દૂર એઆઈસીટીઈના દરવાજાને બંધ કરવામાં આવ્યા અને સવારથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનને જોતા પરિસર બહાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.


પોલીસના જણાવ્યા અનુસાર વિધાર્થીઓના વિરોધ પ્રદર્શનની આશંકાના પગલે રોડને ત્રણ કીલોમીટર દુર જ બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ જેએનયુના પ્રવેશદ્વાર પર બેરીકેટ મુકવામા આવ્યા હતા. તેમજ સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામા આવ્યા હતા.જો કે તેમ છતાં વિધાર્થીઓ 11 વાગ્યાને આસપાસ જેએનયુ તરફ માર્ચ કરી રહ્યા હતા. જેના પગલે કેટલાક પ્રદર્શનકારી વિધાર્થીઓને અટકમાં લેવામાં આવ્યા છે. આ વિધાર્થીઓના હાથમાં દિલ્હી પોલીસ પરત જાઓ અને કુલપતિ જગદીશકુમાર ચોર છે જેવા નારા લખેલા પ્લેકાર્ડ હતા.

જેએનયુએસયુ અધ્યક્ષ આઈશી ધોષ અને ઉપાધ્યક્ષ સાકેત મુનને એચઆરડી મંત્રી માટે રસ્તો આપવા માટે વિધાર્થીઓ સાથે વાતચીત કરવા કહ્યું હતું. જયારે તેની બાદ જેએનયુ વિધાર્થી સંઘના તેના એચઆરડી મંત્રી પોખરીયાલને મળ્યા હતા. તેમજ તેમણે વિધાર્થીઓને આ અંગે આશ્વાસન આપ્યું હતું તે દરમ્યાનગીરી કરીને ફી અંગે યોગ્ય નિર્ણય લેશે.

જેએનયૂએસયૂના પદાધિકારીઓએ પોખરિયાલ સાથે મુલાકાત કરી અને તેમણે તેને આશ્વાસન આપ્યું કે તેમની માંગો પર વિચાર કરવામાં આવશે, હાલ તેઓ કુલપતિને નથી મળી શક્યા. પ્રદર્શનકારીઓ નારા લગાવી રહ્યા હતા, 'અમે કુલપતિને મળવા માંગીએ છીએ.'