જેએનયુ વિદ્યાર્થી સંઘ અને જેએનયુ શિક્ષક સંઘે માનવ વિકાસ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી કુલપતિ એમ. જગદીશ કુમારને પદ પરથી હટાવવાની માંગ કરી. બીજી તરફ એચઆરડી મંત્રાલયના અધિકારીઓ અને જેએનયુ પ્રતિનિધિમંડળ વચ્ચે મળેલી બેઠક સમાપ્ત થઇ ગઇ છે. બેઠક બાદ જેએનયુએસયુની અધ્યક્ષ આઇશી ઘોષે કહ્યું કે, જ્યાં સુધી કુલપતિ એમ જગદીશ કુમારને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઇપણ પ્રકારની વાતચીત નથી થાય.
JNUSUએ ટ્વિટ કરી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. જેએનયુએસયુએ કહ્યું કે, સાંજના 6 વાગ્યાનો સમય છે. શું પોલીસ બતાવી શકે છે કે, કેટલીક મહિલા પ્રદર્શનકારીઓને કથિત રૂપ સૂર્યાસ્ત બાદ વિના કોઇ મહિલા અધિકારીની હાજરીમાં કેમ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે ?