ભારત સરકાર અમેરિકી ફાર્મા કંપની જૉનસન એન્ડ જૉનસન સાથે તેની સિંગલ ડોઝ કોરોના રસનીને લઈને વાતચીત કરી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયની શુક્રવારે થયેલી પત્રકાર પરિષદમાં નીતિ આયોગના  સ્વાસ્થ્ય સદસ્ય ડૉ વીકે પોલએ આ જાણકારી આપી છે.  ડૉ વીકે પોલે જણાવ્યું કે જૉનસન એન્ડ જૉનસનની વેક્સિનની ઉત્પાદન બહાર થાય છે. તેમણે કહ્યું કે ભારત સરકારના પ્લાન મુજબ આ વેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદના 'બાયો ઈ'માં પણ કરવામાં આવશે.                            



તમને જણાવી દઈએ હાલ દેશમાં 4 કોરોના વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે, જેમાં કોવિશીલ્ડ, કોવેક્સીન, સ્પૂતનિક વી અને મોડર્નાની વેક્સિન સામેલ છે. 


અમેરિકન ફાર્મા કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સને દાવો કર્યો છે કે કંપની દ્વારા નિર્મિત સિંગલ ડોઝ કોવિડ-19 વિરોધી રસી વાયરસના ડેલ્ટા વેરિએન્ટની સામે અસરકારક છે. સિંગલ ડોઝવાળી રસી ગંભીર કે ખૂબ ગંભીર બીમારી સામે 85 ટકા અસરકારક સાબિત થઇ છે. 


ભારતમાં કોવિડ ટાસ્ક ફોર્સ પ્રમુખની ટિપ્પણીના રૂપમાં જૉનસન એન્ડ જૉનસને પહેલા એક નિવદેનમાં કહ્યું હતું કે કંપની જે એન્ડ જે કોવિડ 19 વેક્સિનના નિર્માણ પર બાયોલોજિકલ ઈ સાથે કામ કરી રહી છે. 



અમેરિકન ફાર્મા કંપનીએ કહ્યું, અમે માનીએ છીએ કે બાયોલોજિકલ ઈ આપણા કોવિડ 19 વેક્સિન નેટવર્કનો એક મહત્વપૂર્ણ ભાગ હશે. જ્યાં રસી વિતરિત થાય તે પહેલાં, ઘણીવાર વિવિધ દેશો અને ખંડોમાં, વિવિધ સુવિધાઓ પર આપણી રસીના ઉત્પાદનમાં અનેક ઉત્પાદક સાઇટ્સ શામેલ હોય છે. 


અમેરિકન ફાર્મા કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સને દાવો કર્યો છે કે કંપની દ્વારા નિર્મિત સિંગલ ડોઝ કોવિડ-19 વિરોધી રસી વાયરસના ડેલ્ટા વેરિએન્ટની સામે અસરકારક છે.