પોલીસે જણાવ્યું કે સીઆરપીએફની એક ટીમ સુરક્ષા ચોકી સંભાળી રહી હતી, આ દરમિયાન આતંકીઓએ તેમના પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ગ્રેનેડ ખૂબ મોટા અવાજ સાથે ફાટ્યો અને વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. અધિકારીઓના અનુસાર સુરક્ષાદળોએ જવાબમાં હવામાં ફાયરિંગ કરી ગોળીઓ ચલાવી હતી.
જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં સુરક્ષાદળો પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો, CRPFના 6 જવાન ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Oct 2019 08:30 PM (IST)
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના કરન નગર વિસ્તારમાં સુરક્ષાદળોને નિશાન બનાવતા આતંકીઓએ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો છે. આ ગ્રેનેડ હુમલામાં સીઆરપીએફના છ જવાન ઘાયલ થયા છે.
NEXT
PREV
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના કરન નગર વિસ્તારમાં સુરક્ષાદળોને નિશાન બનાવતા આતંકીઓએ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો છે. આ ગ્રેનેડ હુમલામાં સીઆરપીએફના છ જવાન ઘાયલ થયા છે. આતંકીઓએ ગ્રેનેડ ફેંકવાની સાથે નાકા પર ઉભેલા પોલીસકર્મીઓ અને સીઆરપીએફના જવાનો પર ફાયરિંગ કર્યું હતું. બાદમાં સુરક્ષાદળોએ પણ વળતું ફાયરિંગ કર્યું હતું. આશરે 15 મિનિટ સુધી ફાયરિંગ ચાલતું રહ્યું હતું. આતંકી હુમલા બાદ વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે. આતંકીઓએ આ હુમલાને પોલીસ કંટ્રોલ રૂમથી 200મીટર અંજામ આપ્યો હતો. આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે સીઆરપીએફની એક ટીમ સુરક્ષા ચોકી સંભાળી રહી હતી, આ દરમિયાન આતંકીઓએ તેમના પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ગ્રેનેડ ખૂબ મોટા અવાજ સાથે ફાટ્યો અને વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. અધિકારીઓના અનુસાર સુરક્ષાદળોએ જવાબમાં હવામાં ફાયરિંગ કરી ગોળીઓ ચલાવી હતી.
પોલીસે જણાવ્યું કે સીઆરપીએફની એક ટીમ સુરક્ષા ચોકી સંભાળી રહી હતી, આ દરમિયાન આતંકીઓએ તેમના પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ગ્રેનેડ ખૂબ મોટા અવાજ સાથે ફાટ્યો અને વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. અધિકારીઓના અનુસાર સુરક્ષાદળોએ જવાબમાં હવામાં ફાયરિંગ કરી ગોળીઓ ચલાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -