Assam News: આસામમાં મિલિટરી સ્ટેશનના આર્મી ગેટ પાસે થયો રહસ્યમયી વિસ્ફોટ, તંત્ર એક્શનમાં

Assam News: ગુરુવારે (14 ડિસેમ્બર) સાંજે આસામના જોરહાટ જિલ્લામાં જોરહાટ મિલિટરી સ્ટેશનના આર્મી ગેટ પાસે હળવા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.આ અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.

Continues below advertisement

Assam News: ગુરુવારે (14 ડિસેમ્બર) સાંજે આસામના જોરહાટ જિલ્લામાં જોરહાટ મિલિટરી સ્ટેશનના આર્મી ગેટ પાસે હળવા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.આ અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. ગુવાહાટીમાં સંરક્ષણ પીઆરઓએ આ માહિતી આપી છે.

Continues below advertisement

 

આ રહસ્યમય વિસ્ફોટ લિચુબારી આર્મી કેમ્પ પાસે થયો હતો. બ્લાસ્ટ બાદ સાવચેતીના ભાગરૂપે લિચુબારી આર્મી કેમ્પનો મુખ્ય દરવાજો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ઘટનાક્રમ નવેમ્બર અને ડિસેમ્બરમાં બે વિસ્ફોટો પછી થયો છે, જેની જવાબદારી પરેશ બરુહાની આગેવાની હેઠળની ULFA દ્વારા લેવામાં આવી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મિલિટરી સ્ટેશન પહોંચ્યા

વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે આસામના જોરહાટ જિલ્લામાં લિચુબારી સ્થિત સૈન્ય મથકના મુખ્ય દરવાજા પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધીના લોકોએ સંભળાયો હતો. આ ઘટના સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ મિલિટરી સ્ટેશનના ગેટ પાસે થયો હતો. આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. વિસ્ફોટના અવાજ બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મિલિટરી સ્ટેશન પહોંચ્યા.

આસામમાં ત્રણ આતંકવાદી હુમલા કરવાની ધમકી આપી હતી

નોંધનીય છે કે આ અગાઉ આ જ જિલ્લાના કાકોજણમાં સાંજે લગભગ 6.30 વાગ્યે મોટરસાઇકલ પર સવાર બે લોકોએ ગોળીબાર કર્યો હતો. નોંધનીય છે કે આજનો હુમલો આતંકવાદી સંગઠન ઉલ્ફા (આઈ)નો હુમલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે થોડા દિવસ પહેલા જ ULFA (I) એ આસામ પોલીસને એક ખુલ્લો પત્ર લખીને ઉપરી આસામમાં ત્રણ આતંકવાદી હુમલા કરવાની ધમકી આપી હતી. અગાઉ, ULFA (I) એ 22 નવેમ્બર, 2023 ના રોજ તિનસુકિયા જિલ્લામાં આર્મી કેમ્પ નજીક એક વિસ્ફોટ કર્યો હતો અને 9 ડિસેમ્બરે શિવસાગર જિલ્લામાં CRPF કેમ્પ નજીક બીજો વિસ્ફોટ કર્યો હતો. આ બંને હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તેથી આજે જોરહાટમાં થયેલા શંકાસ્પદ વિસ્ફોટને આ સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે.

Continues below advertisement
Sponsored Links by Taboola