નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના દેશભરમાં હવે 18 કરોડ સભ્યો થઈ ગયા છે. 11 કરોડ સદસ્યો પહેલા જ હતા અને સાત કરોડ લોકો આ વર્ષે જોડાયા છે. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે 62,35,967 લોકોની ઓફલાઈન માધ્યમથી સદસ્યતા આવી છે. જ્યા સર્વર ડાઉન હતું ત્યાં ડિજિટલ ડેટા કેપ્ચર નથી થયો. આ તમામ સંખ્યા જોડવામાં આવે તો સાત કરોડની આસપાસ થઈ જશે.

જેપી નડ્ડાએ કહ્યું, આ દરમિયાન તમામ વર્ગોએ આર્મી અધિકારી, ખેલાડીઓ અને સમાજના તમામ વર્ગોએ ભાજપના સદસ્ય બનવામાં પોતાની રૂચી બતાવી. પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીરમાં પણ ભાજપના સદસ્ય બનવાને લઈને ખાસ રૂચી જોવા મળી. તેમણે કહ્યું અમારૂ સદસ્યતા અભિયાન સમાપ્ત થયું છે, પરંતુ અમારી મેમ્બરશિપ પ્રક્રિયા ચાલુ રહેશે. હવે સપ્ટેમ્બરમાં એક્ટિવ મેમ્બર બનાવવાનું અભિયાન શરૂ થશે.




ભાજપના નેતાએ કહ્યું અમારૂ સદસ્યતા અભિયાન 6 જૂલાઈએ વારાણસીથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હાથે શરૂ થયું હતું. જે 20 ઓગસ્ટના સમાપ્ત થયું. આ એક સફળ અભિયાન રહ્યું.