આગરા: ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના નવનિયુક્ત મંત્રીએ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશમાં નવનિયુક્ત મંત્રી ગિરિરાજ સિંહે ધર્મેશે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના પ્રમુખ માયાવતીની તુલના વિજળીના તાર સાથે કરી, માયાવતી એક તાર છે જે તેને અડકશે તે નષ્ટ થઈ જશે.

સમાજ કલ્યાણ તથા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ કલ્યાણ રાજ્યમંત્રી અને આગરા કૈંટથી ધારાસભ્ય ધર્મેશે કહ્યું માયાવતી વિશ્વાસ પાત્ર નથી અને તેમણે બધાને દગો આપ્યો છે. તેમણે કહ્યું, 'તેણે લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનો ઉપયોગ કરી પોતાની પાર્ટીને 10 બેઠકો પર પહોંચાડી સપાને દગો આપ્યો છે.'


ધર્મેશે કહ્યું બસપા સંસ્થાપક કાશીરામનુ નિધન શંકાસ્પદ પરિસ્થિતિઓમાં થયું છે અને તેઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી તેની સીબીઆઈ તપાસની માંગ કરશે. ધર્મેશ 1994માં ભાજપ સાથે જોડાયા હતા અને 2017માં તેમણે પ્રથમ વખત ચૂંટણી જીતી હતી.